Tuesday, April 23, 2013

એક સમી સાંજે ....

ચાલ ...એક સમી સાંજે ....
બધું એક ખૂણા માં મૂકી ....
સાવ ,ખાલી થયી ને મળીયે ....

ના હોઈ કોઈ સંવાદ તોય  ....
એકાકીપણું નહિ ........
એ એકાંત ને મન ભરી ને માણીએ ....
મારો ખાલીપો ....ખાલીપો ના રહે ...
કશું જ મારા માં ના રહે ...તોય  હું ...
ભરપુર ......
ભૂલી જાવ ખુદ ને ખાલી તું યાદ રહે ...


ક્યાં જગ્યા રહી હવે બીજી ચર્ચા -વિચારણા ની ...
તારા શ્વાસ ને હું જીવું ...અને
મારા શ્વાસ ને તું ......
કોઈ જ સંવાદ ના રચાય ...
બસ ....સાવ ખાલી થયી ને ...
એ એકાંત ને મન ભરી ને માણીએ ....


ચાલ એક સમી સાંજે ....
એક ઢળતી ઢળતી સાંજે ....
સાવ ખાલી થયી ને મળીયે ...


--સૌમિષા 

Monday, April 8, 2013

તારી યાદ જો આવી ....

શ્વાસ ની એ રીધમ ખોરવાઈ ગયી તારી યાદ જો આવી ....
વ્યસ્તતા માં પણ હું વિસરાઈ ગયી તારી યાદ જો આવી ..


કોને કહું કે આ વિહવળતા શાને કાજ ??
આંસુ એ અકળાવી તારી યાદ જો આવી ...


તારી છબી ને ક્યાં સુધી ચૂમ્યા કરું દિન રાત ..
પ્રસંગ એ મુલાકાત નો પાછો આંખ માં આવ્યો તારી યાદ જો આવી ...


આમ સરતી રહું કે મરતી રહું કઈ ખબર ના પડે ..
હર શ્વાસ પર તારું નામ બક્ષે જીવન, તારી યાદ જો આવી ...


તું મળવા આવે એના કરતા મળી ને જાય એ મુશ્કેલ  ...
રોજ મળવા ના સપના જોવાના તારી યાદ જો આવી ...


પીંખાઇ ગયું મારું મગજ ..મારી કઈ ખબર નહિ ...
બધું અસ્તમ -વ્યસ્તમ તારી યાદ જો આવી .....

-- સૌમિષા 

Monday, April 1, 2013

સમજી જા તું ...


કેમ ભાવનાઓ ને જરૂર પડે છે શબ્દો ની મને સમજી જા તું
શબ્દો છેતરે છે હું નહિ ,એ સત્ય સમજી જા તું ...
પ્રેમ ને ત્રાજવા માં કદી મપાય નહિ ,
માંગીશ એના કરતા વધુ મળશે,સમજી જા તું ...
મારી આંખો થી દિલ માં સમાયી ગયી તું
આ દ્વાર ને ભીંજવતા તું પણ ભીંજાઈ જઈશ ,સમજી જા તું ...
મારા અશ્રુ મારી પાસે જ રહેવાદે ,
હું ભીંજાવીશ  તને વ્હાલથી,પ્રેમ થી,ચુંબન થી સમજી જા તું ...
અફસોસ છે કે હું તારી પાસે નથી ,
મારા શ્વાસો ની વ્યથા સાંભળી સમજી જા તું ...
દર્પણ માં ખુદ ને શોધતા
ચેહરો તુજ દેખાય સમજી જા તું ...
રણ માં ઉડતી ધૂળ ની ડમરી
એમાં તે ખીલાવ્યું ગુલાબ ,સમજી જા તું ...
બાગ ના પીળા ગુલાબ પર બેઠેલો ભ્રમર
આ ગણગણતો પ્રેમ ,સમજી જા તું ...
હાથ માં હાથ નાખી જીવનપથ પર ચાલવા,
માંડશું ડગ સંગાથે, આ ભાવ સમજી જા તું ...
તર્ક ની તીક્ષ્ણ ધાર ને સમજણ ની મ્યાન માં મુકી ,
સમર્પણ કરતો પ્રેમ સમજી જા તું ...
મારું અને તારું આકાશ અલગ નથી,
બંને નું એક જ ભાવ વિશ્વ , સમજી જા તું ...
આ કાવ્ય કોણ લખે છે?
હું કે મારી ભીતર રહેલી તું , સમજી જા તું ...

--- સૌમિષા